Homeઅમરેલીશ્રી નરેન્દ્ર મોદી 28મીએ દુધાળામાં જાહેરસભા સંબોધશે

શ્રી નરેન્દ્ર મોદી 28મીએ દુધાળામાં જાહેરસભા સંબોધશે

Published on

spot_img

અમરેલી,
લાઠીના દુધાળા ખાતે 28મી ઓકટોબરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું આગમન થનાર છે. તે માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. શ્રી મોદી દ્વારા સભા સંબોધન સાથે દુધાળામાં ગાગડીયો નદી પર રાજય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયાના સંયુકત ઉપક્રમે બનાવવામાં આવેલ ભારતમાતા સરોવરનું ઉદ્દઘાટન કરશે. દુધાળામાં હેલીપેડ બનાવવાની કામગીરી પણ પુર જોશમાં ચાલી રહી છે. જે રૂટ પરથી પસાર થવાના છે તે સમગ્ર રૂટ રોડ કારપેન્ટીંગ, વાહન પાર્કિંગ , સભાખંડ સહિતની તૈયારીઓ હાથ ધરાઇ છે. શ્રી મોદી બપોરે 3 કલાકે પધારવાના હોય સાંજના 5 કલાક સુધી રોકાણ કરશે. જેમાં જાહેરસભાને પણ સંબોધન કરશે. દરમિયાન આજે કલેકટરશ્રી અજય દહિયા, એસપીશ્રી હિંમકરસિંહ, લાઠી પ્રાંત અધિકારીબ્રહ્મભટ્ટ, એસપીશ્રી ચિરાગ દેસાઇ સહિત અધિકારીઓએ તૈયારીઓની સમિક્ષા કરી હતી. વડાપ્રધાનના કાર્યક્રમને કારણે હેતની હવેલીને નવી નવેલી દુલ્હનની જેમ રોશનીથી શણગારવામાં આવી રહી છે. કાર્યક્રમ અંગે ભારે ઉત્સાહ જોવા મળે છે.

Latest articles

26-10-2024

25-10-2024

અર્થતંત્રના : દેશ ઘડીક પ્રગતિ કરે છે ને વળી પાછો મંદીમાં કેમ ફસાઈ જાય છે?

ચીન અને રશિયા બંન્ને દેશોના સામ્યવાદી શાસકોની એ કુનેહ લોકશાહી દેશોમાં ટીકા અને પ્રશંસાના...

લીલીયાના સલડી ગામે 900 વિઘાના તળાવના નવીનીકરણ માટે 2.42 કરોડની સૈધાંતિક મંજૂરી

સાવરકુંડલા, સાવરકુંડલા લીલીયા પંથકમાં ખેડૂતો માટે બારે માસ ખેતી કરવાના સ્વપ્નને સાકાર કરવા કાર્યશીલ ધારાસભ્ય...

Latest News

26-10-2024

25-10-2024

અર્થતંત્રના : દેશ ઘડીક પ્રગતિ કરે છે ને વળી પાછો મંદીમાં કેમ ફસાઈ જાય છે?

ચીન અને રશિયા બંન્ને દેશોના સામ્યવાદી શાસકોની એ કુનેહ લોકશાહી દેશોમાં ટીકા અને પ્રશંસાના...