અમરેલી,
ખાંભાની રાજધાની ચોકડી પાસે મંજુમાતાના ખોડિયાર આશ્રમે રહેલ ઓરડામાં આરામ કરતાં હોય તે સમયે બે અજાણ્યા આરોપી સાધ્ાુ ઓરડામાં આવી એક આરોપી સાધ્ાુએ પોતાનું નામ અર્જુનગીરી બતાવી બોલાચાલી કરી જાનથી મારી નાખવા ધમકી આપેલી અને ફરીયાદીની જટા કાપતા હોય તે અંગેનો વિડીયો સોશ્યલ મિડીયાના માધ્યમથી વાયરલ કરી ફરીયાદીની જોળીમાં રહેલ રૂા. 10850 અને મોબાઇલ મળી કુલ 21,150ની લૂંટ કરેલ હોય તે અંગે અર્જુનગીરી કાળુભાઇ વાળાએ ફરીયાદ નોંધાવતા ખાંભા પોલીસમાં ગુનો દાખલ થયેલ છે. આ બનાવમાં રેન્જ આઇજીશ્રી ગૌતમ પરમારની સુચના માર્ગદર્શન નીચે પીએસઆઇ આર.જી. ચૌહાણે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ આધારે આરોપીઓને હળવદ મુકામેથી પકડી પાડી રૂા.10850નો મુદામાલ રિકવર કરેલ છે.
સાધ્ાુ મહાત્માની જટા કાપી લૂંટ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ખાંભા પોલીસ
Published on