Homeઅમરેલીરીક્ષામાં પેસેન્જર બેસાડી તેના ખીસ્સામાંથી રોકડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી રાજુલાની પોલીસ

રીક્ષામાં પેસેન્જર બેસાડી તેના ખીસ્સામાંથી રોકડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી રાજુલાની પોલીસ

Published on

spot_img

અમરેલી,
ભાવનગર રેંન્જ આઈ.જી.ગૌતમ પરમારની સુચના મુજબ જીલ્લા ાપોલિસ અધિક્ષક હિમકરસિંહ તેમજ મદદનીશ પોલિસ અધિક્ષક વલય વૈધ દ્રારા મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધીકાઢી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.રાજુલા પોલિસ મથકના પી.આઈ.વી.એમ. કોલાદરાની સુચના અનમાર્ગદર્શનહેઠળ પી.એસ.આઈ.એમ.એફ.ચૌહાણ, સર્વેલન્સ સ્કોડના હે.કોન્સ. મધ્ાુભાઈ પોપટ,હરપાલસિંહ ગોહિલ, હરેશભાઈ વાળા,હરેશભાઈ બાંભણીયા, પો.કોન્સ..ઘનશ્યામભાઈ મહેતા, રવિરાજભાઈ વરૂ ટાઉન બીટના એ.એસ.આઈ.રાણાભાઈ વરૂ,પો.કોન્સ.પ્રકાશભાઈ બાબરીયાએ ચોકકસ બાતમી અને ટેકનીકલ સોર્સના આધારે રાજુલા આગરીયા જકાતનાકા પાસે ગુનામાં ચોરીમાં ગયેલ મુદામાલ સાથે દિપક ઉર્ફે,ૠત્વિક કરમશીભાઈ સોલંકી, જેનીશ રાજેશભાઈ ચૌહાણ,ચકુબેન પ્રવિણભાઈ વેકરીયા રહે.રાજકોટ વાળાને રોકડ રૂ/.9100, બજાજ કંપનીની સી.એન.જી. રીક્ષા જી.જે .0 3 સી.ટી.0050 રૂ/.2,00,000 તથા એક મોબાઈલ રૂ/.30,000 સહિતનો મુદામાલ કબ્ઝે કર્યો હતો.આરોપી દિપક તથા જેનીશે પુછપરછ દરમ્યાન વડોદરા,પાવાગઢ નજીક આવેલ અનગઢ મેલડી માતાના મંદિરમાંથી એક છોકરાને બેસાડી રોકડ ચોરી કરેલ. આ સિવાયઅમદાવાદ, પાવાગઢ, મીનાવાડા, સહિત જુદા જુદા 10 ગુનાઓ આચાર્યાની પોલિસને કબુલાત આપી હતી.

Latest articles

12-01-2025

11-01-2025

10-01-2025

09-01-2025

Latest News

12-01-2025

11-01-2025

10-01-2025