અમરેલી,
સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર અમરેલીના લેટરકાંડ અંગે પત્રકાર પરિષદ યોજી પુર્વ વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે અમરેલીમાં લેટરકાંડ અંગે અને તેમા જેમાં કરેલા આક્ષેપો 40-40 લાખના હપ્તા સહિતની બાબતો સાચી છે કે ખોટી છે તે અંગે આજે સાંજે 6 વાગે અમરેલીના રાજકમલ ચોકમાં ચર્ચા કરવા મારી તૈયારી છે.જો કોઈ ચર્ચા કરવા ન આવે તો પણ માનવાનું કે પત્ર અને આક્ષેપો સાચા છે. પોલીસ દ્વારા દિકરીને અડધી રાત્રે ઉઠાવી જવામાં આવે પાટ ઉપર સુવડાવી પટા મારવામાં આવે.અને ભયભીત કરવામાં આવે.સરપંચ અશોક માંગરોળીયાના પિતાની વિધિ વખતે પણ ઉઠાવી જવામાં આવે ઉપરાંત દિકરીને બે બે વખત રિકન્ટ્રક્શનના નામે ખુલ્લે મોઢે જાહેરમાં ફેરવવામાં આવે તે યોગ્ય નથી.અન્યાય કહેવાય.આ દિકરીને ન્યાય આપવા અને સત્ય બહાર લાવવા કોઇએ આગેવાનોએ અવાજ ઉઠાવ્યો ન હતો. મારે ધન્યવવાદ આપવા છે દિલીપભાઇ સંઘાણીને કે જેમણે જેલમાં જઇને દિકરીને મળ્યાં અને આશ્ર્વાસન આપ્યું. પરમ દિવસે એટલે કે ગુરૂવારે સવારે 10 કલાકે કોગ્રેંસ વતી હું એસ.પી.સામે ધરણા કરીશ તેવી ચીમકી શ્રીપરેશ ધાનાણીએ આપી હતી.