અમરેલી,
અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની પૂર્વ સુધી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા વિકાસકામોના ખાતમુહૂર્તમાં જોડાયેલા રહ્યા હતા. છેલ્લા બે દિવસમાં લાખો રૂપિયાના વિકાસકાર્યોનું ધારાસભ્ય વેકરીયાએ પોતાના મતવિસ્તારમાં ખાતમુહૂર્ત કર્યુ હતું. અમરેલી-વડીયા-કુંકાવાવના છેવાડાના વિસ્તારોમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાખો રૂપિયાના કામોનું ભૂમિ પૂજન કૌશિકભાઈએ સંપન્ન કર્યુ