અમરેલી,
લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે 2023માં સુરેશભાઇ અરજણભાઇ જાસોલીયાનો ભાણેજ મુકેશ નરેશભાઇ ગોહિલ જોવા ન મળતાં તેના ઉપર શંકા જતાં સુરેશભાઇના ઘરે તપાસ કરવા જતાં સુરેશભાઇ ઘરે હાજર હોય અને મુકેશ કયાં છે તેમ પુછતાં સાંજનો ઘરેથી બહાર ગયો હોવાનું જણાવેલ હતું. સગીરાને તેના ઘરની સામે રહેતા મુકેશ નરેશભાઇ ગોહિલ સાથે બે એક મહિનાથી પરિચય થયેલ હોય અને બન્ને એકબીજા સાથે ફોનમાં વાતચીત કરતાં હોય અને સગીરા ઘર બહાર બેઠલ હતી ત્યારે મુકેશનો ફોન આવેલો અને કહેલ કે, આપણે બન્ને ભાગીને લગ્ન કરી લઇએ તું મારી સાથે નહીં આવતો તારા ફોટા મારી પાસે છે. તે હું બધાને બતાવી દઇશ તેમ કહેતાં સગીરા ડરી ગયેલ અને સાંજના છયેક વાગ્યે તેની સાથે ચાલીને શેખપીપરીયા ગામે પાસે આવેલ ડેમ પાસે ગયેલ હતાં. જયાં મુકેશ નરેશભાઇ ગોહિલે સગીરાની મરજી વિરૂધ્ધ શારિરીક સબંધ બાંધ્ોલ ઉરોકત બનાવ અંગે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ઉપરોકત કેસ અમરેલી સ્પેશ્યિલ પોકસો કોર્ટમાં જજશ્રી ડી.એસ. શ્રીવાસ્તવ સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદારને દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી મુકેશ નરેશભાઇ ગોહિલને આઇપીસી કલમ 363, 365માં 7 વર્ષની સખ્ત કેદની સજા 10 હજાર દંડ, આઇપીસી 376, 376(2)(જે) તથા પોકસો એકટની કલમ 4 અને 18 અન્વયે 14 વર્ષની સખ્ત કેદ અને 20 હજારનો દંડ તેમજ ભોગ બનનારને રૂા. 4 લાખનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો હતો.