Homeઅમરેલીઅમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની બેઠક મળી

અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની બેઠક મળી

Published on

spot_img

અમરેલી, આગામી તારીખ 10/05/2024 શુક્રવારના રોજ હિન્દુ સનાતન ધર્મ પરંપરા માં છઠા અવતાર એવા ભગવાન ના અવતરણ ના દિવસ છે.તેથી આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક જિલ્લા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને ગત તા 20/04/2024 ના શનિવારે રાત્રે 9 કલાકે શ્રી પરશુરામ ધામ મંદિર અમરેલી ખાતે મળેલ હતી આ બેઠકમાં જિલ્લા/શહેર સમસ્ત બ્રહ્મ સમાજ ના વરિષ્ઠ પાંખ, યુવા અને મહિલા પાંખના પદાધિકારીઓ, બ્રહ્મ અગ્રણીઓ, કાર્યકર ભાઈ-બહેનો અને સ્વયંસેવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં એક અવાજે અવતરણ દિવસ ઉત્સવ ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવા શહેરમાં શુંશોભિત કરવા, બેનરો લગાવવા, શોભા યાત્રા ભવ્ય રીતે કાઢવા તથા સમગ્ર હિન્દુ સમાજના દરેક સંગઠનો, તમામ સમાજને આ ઉત્સવમાં જોડાવવા નિમંત્રણ આપવાનો કરવામાં આવેલ છે અને સમસ્ત બ્રહ્મ સમાજની યુવા પાંખ, મહિલા પાંખ, શહેર ના પદાધિકારીઓ ને તથા સ્વયં સેવકોને,કાર્યકરોને આ માટે વિશેષ જવાબદારીઓ સોપાવામાં આવી હતી તારીખ 10/05/2024 ને શુક્રવારે બપોરે 4/30 કલાકે શ્રી નાગનાથ મહાદેવ મંદિરે થી ઉત્સવની શોભાયાત્રા પ્રસ્થાન કરી. શ્રી મહાત્મા મૂળદાસ ચોક, ડો.જીવરાજ મહેતા ચોક, સ્ટેશન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, એસ ટી બસ સ્ટેશન થઇ પરશુરામ ધામ મંદિર ખાતે વિરામ લેશે તથા ભગવાન શ્રી પરશુરામજીની મહાઆરતી તથા છપનભોગ દર્શન સાંજે 7/30 કલાકે થશે અને ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવશે આ બેઠકમાં અમરેલી શહેરમાં વસતા ભૂદેવ પરિવારોને હાકલ કરવામાં આવેલછે કે આપણા ઈષ્ટ અને આરાધ્ય ભગવાન શ્રી ના ઉત્સવની ઉજવણી મા દરેક પરિવાર અબાલ વૃદ્ધ સૌ ઉત્સાહ પૂર્વક સામેલ થાય અને સનાતન હિન્દુ ધર્મના દરેક ધર્મનુરાગી શ્રીઓ સર્વે આ ઉત્સવમાં જોડાય તેવી આગ્રહ ભરી અપીલ કરવામાં આવી છે તેમ જિલ્લા બ્રહ્મ સમાજ ના મહા મંત્રી ભગીરથ ત્રિવેદી ની યાદી જણાવે છે .

Latest articles

27-12-2024

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...

Latest News

27-12-2024

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...