મત ગણતરી માટે 350 ઉપરાંતનો સ્ટાફ રોકાશે : કલેકટર શ્રી દહિયા

અમરેલી,
અમરેલી લોકસભા મત વિસ્તારની ચૂંટણી પુરી થતાં ચૂંટણી પંચના નિયત કાર્યક્રમ મુજબ આજે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થનાર છે. આ અંગે વિગતો આપતા અમરેલી જિલ્લાના કલેકટર તથા ચૂંટણી અધિકારી શ્રી દહિયાએ જણાવ્યું હતું કે, આજે મતગણતરીઓની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. જેમાં તંત્ર દ્વારા 7 વિધાનસભા મત વિસ્તારની અલગ અલગ કાઉન્ટીંગ વ્યવસ્થા રાખી છે. અને દરેક હોલમાં 14 ટેબલો તથા પોસ્ટલ બેલેટ સહિત અન્ય માટે 12 ટેબલોની વ્યવસ્થા રાખી છે. મતદાન ગણતરીમાં 350 ઉપરાંતનો સ્ટાફ ફરજ બજાવશે. એઆરઓ સ્ટાફ ઉપરાંત ચૂંટણી પંચના બે નિરીક્ષકો એસેમ્બલી પ્રમાણે નિરીક્ષણ કરશે. સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થનાર છે. ઇલેકશન કમિશન દ્વારા 16 થી 22 રાઉન્ડ માં ગણતરી થનાર છે. જેમાં 16 થી 17 રાઉન્ડ ઉપરાંત અમુકમાં 22 રાઉન્ડમાં ગણતરી થશે. દરેક રૂમમાં સીસીટીવીની વ્યવસ્થા રાખેલ છે અને એસઆરપી, સીઆરપીએફ તથા સ્થાનિક પોલીસ સ્ટાફ હથિયારો સાથે કડક બંદોબસ્ત જાળવશે. કાઉન્ટીંગ એજન્ટોની ઉપસ્થિતિમાં મત ગણતરી થનાર છે. તે માટે જિલ્લા તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ શ્રી દહિયાએ જણાવ્યું