Homeઅમરેલીકાયમી ધમધમતા જાફરાબાદ બંદરે 900 બોટો માછીમારી કરે છે છતાં બંદરને અપુરતી...

કાયમી ધમધમતા જાફરાબાદ બંદરે 900 બોટો માછીમારી કરે છે છતાં બંદરને અપુરતી સુવિધા

Published on

spot_img

રાજુલા,
જાફરાબાદ એક ધમધમતું બંદર છે. આ બંદરમાં અંદાજે 800થી 900 બોટો માછીમારી કરે છે. આ બંદરમાં માછીમારી કરતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં આ બંદરમાં (બુમ્બ્લા) એટલે બોમ્બેડગ માછલી નું મહત્વ નું કેન્દ્ર છે. જાફરાબાદ ધમધમતો માછીમારી ઉધોગ રાજ્ય અને કેન્દ્ર સરકારને વર્ષે કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપે છે. પરંતુ સરકાર સાગરખેડૂ ઓની પાયાની સુવિધાઓ પણ આપવામાં નિષ્ફળ નીવડી છે. અહીં આવેલ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી કે જે સાવ જજેરિત હાલતમાં છે. આ કચેરી જિલ્લા કક્ષાની કચેરી હોવા છતાં પણ નવનિર્માણ થતું નથી આ કચેરી માં આવતા બંદરો નવાબંદર, સૈયદ રાજપરા, સિમર, શિયાળબેટ, જાફરાબાદ અન્ય મહત્વના બંદરો નો તેમાં સમાવેશ થાય છે. પરંતુ આ કચેરીમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની જગ્યા પર ખાલી છે. હાલમાં તો માછીમારી સિઝન બંધ હોય આ કચેરી નું નવનિર્માણ કરવામાં આવશે તાઉતે વાવાઝોડા દરમિયાન કચેરીની ફરતે આવેલ કમ્પાઉન્ડ ની દિવાલો વેરવિખેર હાલતમાં હોય આ કચેરી નું નવું બાંધકામ થતું નથી જાફરાબાદ બંદર ને આધુનિક ફિશરીઝ કચેરી ક્યારે બનશે તેવા અનેક પ્રશ્નો માછીમારો ના છે. જાફરાબાદ ની આર્થિક જીવાદોરી સમાન માછીમારી ઉધોગ રાજ્ય અને કેન્દ્ર સરકારને દર વર્ષે કરોડો વિદેશી હુંડિયામણ કમાવી આપે છે. પરંતુ એજ માછીમારી ઉધોગને પાયાની સુવિધા આપવામાં પણ રાજ્ય સરકાર ઉદાસીન છે. બંદર વિસ્તારમાં તેઓને ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા આપવામાં આવી નથી તેથી આ વિસ્તારમાં અનેક વખત આગના બનાવ બને છે. ત્યારે વાહનથી માંડીને ફિશિંગ ફોટો સળગીને રાખ થઈ ગઈ છે. તેમ છતાં તંત્ર આ મુદ્દે પણ ગંભીર બન્યું નથી નાના મોટા આગના બનાવ બને ત્યારે આ વિસ્તારથી દુર આવેલ કંપનીના ફાયરબ્રિગેડ બોલાવવામાં આવે છે. પરંતુ કંપનીના ફાયર ફાઈટરને સમયસર પહોંચવામાં મોડું થઈ જાય તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. તેના કારણે બોટ માલિકોને ખુબ મોટી નુકસાની વેઠવી પડે છે. આ બંદર વિસ્તારમાં ફાયર ફાઈટર જેવી પાયાની સગવડ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર તંત્ર વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરી આપવી જોઈએ બંદર ની ખાંડી તાઉતે વાવાઝોડા દરમિયાન સાવ બૂરાઇ ગઈ હોવાથી બોટો બહાર દરિયા માંથી માછીમારી કરી કાંઠે આવતા મહામુસીબતે જેટી સુધી પહોંચવા મુકેલી વેઠવી પડતી હોય છે. આ બાબતે નો અભાવ જોવા મળી રહ્યો છે. તો તંત્ર દ્વારા હાલમાં માછીમારી સિઝન બંધ હોય ડેઝિંગની કામગીરી ચાલુ કરવામાં આવે બંદર વિસ્તારમાં સાફસફાઈ નો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ચારેબાજુ ખદબદતી ગંદકી ને લીધે પણ અનેકવિધ સમસ્યાનો સામનો કરવો પડે છે. સૌથી મહત્વની બાબત કે તંત્ર દ્વારા વિસ્તારમાં અનેક વિસ્તારોમાં વ્યવસ્થિત સફાઈ થતી ન હોવાને લીધે રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે. અહીં શૌચાલયની સુવિધા પણ ન હોવાને લીધે માછીમારો હેરાન પરેશાન બની જાય છે. એક બાજુ રાજ્ય સરકાર 100% શૌચાલય મુક્ત જિલ્લો હોવાની વાતો કરે છે. પરંતુ બીજી બાજુ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ જવાબદાર તંત્ર છે. મધદરિયે માછીમારી દરમિયાન સાગરખેડૂ ઓને નાના મોટા અકસ્માત કે પછી હાર્ટએટેક જેવી ગંભીર બીમારી કે અકસ્માત સર્જાય ત્યારે તેઓને ઈમરજન્સી તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી પડે છે. પરંતુ સમયસર પ્રાથમિક સારવાર મળતી નહીં હોવાને કારણે તેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. આ પ્રકારના અસંખ્ય બનાવો અત્યાર સુધીમાં બની હોવા છતાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા સ્પીડ બોટ ઈમરજન્સી મેડિકલ એમ્બ્યુલન્સ આજદિન સુધી ફાળવણી કરવામાં આવી નથી આ બાબતે ગુજરાત હાઇકોર્ટે દ્વારા હુકમ નં.89/2017 રાજ્ય સરકાર ને હુકમ કરેલ હોવા છતાં પણ આજદિન સુધી 108 દરિયાઇ એમ્બ્યુલન્સ સ્પીડ બોટ ફાળવણી કરવામાં આવી નથી ડ્રેસિંગ કામગીરી પણ થઈ આધુનિક મોબાઈલ પણ સુવિધા મળતી નથી નાના માસી મારીઓને ફીસરીઝ ખાતાએ માસી સુકવવા માટે જમીનનો ફાળવવી જોઈએ નવી બોટલ લેવા માટે સબસીડી વાળી લોન ની યોજના મળવી જોઈએ ગુમ થયેલા ખલાસી ને વીમા ની યોજનાનો પરિવારને લાભ મળવો જોઈએ અનેક સુવિધાઓ બંદર ને આપવામાં સરકાર ની ઉદાસીનતા અનેક સુવિધાઓ બંદર ઝંખી રહ્યો હવા છતાં વિકાસ જોવા મળતો નથી.

Latest articles

05-01-2025

ઇતિ શ્રી ભાગવત પુરાણમ્ : સંઘ વડા મોહનભાગવત હિન્દુ ધર્મને કેમ જુદી રીતે જુએ છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન અમરાવતીમાં ધર્મના નામે ગેરસમજ અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત...

કુંડલાના વણોટમાં 68ને પ્લોટોની સનદ વિતરણ કરતા શ્રી કસવાલા

અમરેલી, ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ...

ધારીના હીમખીમડીમાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

ધારી, ધારીના હીમખીમડી ગામેથી નવા બંદર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનના ગુનામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપી...

Latest News

05-01-2025

ઇતિ શ્રી ભાગવત પુરાણમ્ : સંઘ વડા મોહનભાગવત હિન્દુ ધર્મને કેમ જુદી રીતે જુએ છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન અમરાવતીમાં ધર્મના નામે ગેરસમજ અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત...

કુંડલાના વણોટમાં 68ને પ્લોટોની સનદ વિતરણ કરતા શ્રી કસવાલા

અમરેલી, ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ...