Homeઅમરેલીઅમરેલી પંથકમાં બનાવટી જંતુનાશક  દવા બનાવતી  ફેક્ટરી ઝડપાઈ

અમરેલી પંથકમાં બનાવટી જંતુનાશક  દવા બનાવતી  ફેક્ટરી ઝડપાઈ

Published on

spot_img
અમરેલી એસ.ઓ.જીએ કેમીકલના બેરલ 876 તથા લેબલ સ્ટીકરો સીલ કરવાના મશીન મળી કુલ 12,88,400 નો મુદામાલ કબ્જે લીધો
અમરેલી,
અમરેલી તાલુકા હદ વિસ્તારમાં આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદેસર અને કોઈપણ કરવાના કે લાયસન્સ વગર બનાવટી જંતુનાષક દવાઓ તથા અલગ અલગ કેમીકલના બેરલ મળી કુલ નંગ.876 જેની કિંમત રૂ.12,19,400 તથા ખોટી બનાવટી માલ નિષાની વાળી કંપનીનો લેબલ સ્ટીકરો તેમજ સીલપેક કરવાના અલગ અલગ કુલ સાત મશીન જેની કિંમત રૂ.49,000 મળી કુલ રૂ.12,88,400 ના મુદામાલ સાથે બનાવટી જંતુનાષક દવા બનાવતી ફેક્ટરી અમરેલી એસઓજી ટીમે ઝડપી લીધી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર વિભાગીય પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર દ્વારા ચોરી છુપીથી અને અન અધીકૃત રીતે ચીઝ વસ્તુઓનું મીલાવટ કરી બનાવટી પેકીંગ કરી માનવજાતના આરોગ્ય સાથે ચેડા કરી આવી ચીઝ વસ્તુઓનું ઉત્પાદન વેંચાણ કરનાર સામે કાર્યવાહી કરવા સુચના આપતા અમરેલીના એસપી શ્રી હીંમકરસિંહ ના માર્ગદર્શન નીચે અમરેલી એસઓજીના ઈન્સપેક્ટર આર.ડી.ચોૈધરી તથા પી.એસ.આઈશ્રી કે. એમ. મોરી અને એન.બી.ભટ્ટ તથા એસઓજીની ટીમના યુવરાજસીહ સરવૈયા, નાજભાઇ પોપટ, સંજયભાઇ પરમાર, મનીષદાન ગઢવી, અરવિંદભાઇ ચૌહાણ, દેવાંગભાઇ મહેતા, જીજ્ઞેશભાઇ પોપટાણી, જયરાજભાઇ વાળા, જનકભાઇ કુવાડીયા, અમરેલી જીલ્લામાં બનાવટી ડુપ્લીકેટ દવાઓ બનાવનાર શખ્સોની માહિતી મેળવી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા પ્રયત્નશીલ રહેલ હોય તે અંતર્ગત અમરેલી એસઓજી ટીમે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમી મળતા અમરેલીના સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધ્ોશ્યામ ચોકડી તરફ જવાના રોડ ઉપર આવેલ પડસાલા ગેસ ગોડાઉનની સામે આવેલ વાડીમાં બીનઅધીકૃત જંતુનાષક દવાઓની ફેક્ટરી તથા દવાઓનો સંગ્રહ થયેલ હોવાની બાતમી આધારે દરોડો પાડી અલ્કેશ ભાનુભાઈ ચોડવડીયા ઉ.વ.47 ધંધો વેપાર રહેવાસી,અમરેલી મનસીટી ઝડપી લઈ દવાઓનો જથ્થો તથા બનાવા માટેની સાધન સામગ્રી કબ્જે કરી ધોરણ સર કાર્યવાહી કરી છે.એસઓજીએ આ દરોડામાં જંતુનાષક દવાના બેરલ 876 તથા સ્ટીકર લેબલ મશીન મળી કુલ 12,88,400 નો મુદામાલ કબ્જે કરી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest articles

31-10-2024

30-10-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...

કુંડલામાં એસટીનાં ડ્રાઇવરને એટીઆઇ તરીકે બઢતી

અમરેલી, આજરોજ સાવરકુંડલા એસ.ટી.ડેપોના ડ્રાઈવર તરીકે અયુબખાન અલ્લારખભાઈ પઠાણ ને છ્ૈં ની લેખીત પરીક્ષા પાસ...

Latest News

31-10-2024

30-10-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...