લાઠીનાં હીરાણામાં ડુબી જતા બે બાળકોનાં મોત

લાઠીનાં હીરાણામાં ડુબી જતા બે બાળકોનાં મોત

અમરેલી,
ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ પ્રમાણમાં સારો થતાં નદી, નાળા, તળાવમાં પાણી હોય ત્યારે લાઠી તાલુકાના હીરાણા ગામે પશુ ચરાવવા ગયેલા ત્રણ બાળકો પૈકી બે પિતરાઈ ભાઇઓ તળાવમાં ડુબી જવાના કારણે મોત નિપજતા ખોબા જેવડા ગામમાં ભારે અરેરાટી ફેલાઈ પામી છે. આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ હાલમાં ચોમાસાની સિઝન શરૂ હોય ત્યારે લાઠી પંથકમાં પ્રમાણમાં વરસાદ સારો થતાં નદી, નાળા, તળાવમાં પાણી ભરેલાં છે ત્યારે આજે સવારે લાઠી તાલુકાના હીરાણા ગામે રહેતા ધાર્મિક રાજુભાઇ ગોલાણી (ઉ.વ.10) તથા તેમનો પિતરાઈ ભાઇ તુષાર મિલનભાઈ ગોલાણી (ઉ.વ.9) સહિત ત્રણ બાળકો સવારે પોતાના દુધાળા પશુ ચરાવવાવા માટે હીરાણા ગામે આવેલ તળાવ કાંઠે ગયા હતાં. ત્યારે એક ભેંસ ચારો ચરતાં ચરતાં તળાવમાં ચાલી જતાં આ બે પિતરાઈ ભાઇ પૈકી એક ભાઇ તળાવના પાણીમાંથી ભેંસને બહાર કાઢવા માટે તળાવ કિનારે ગયેલો ત્યારે અકસ્માતે તે તળાવમાં પડી જતાં તળાવમાં રહેલાં પાણીમાં તે ડુબવા બીજો વ ભાઇ ડુબતા ભાઇ બચાવવા જતાં બંને પિતરાઈ ભાઈઓ આ તળાવમાં ડુબી ગયા હતાં. ત્યારે તેમની સાથે રહેલ ત્રીજો બાળક ઘટના અંગે ગામ લોકોને જાણ કરવામાટે દોડી ગયો હતો. આ બનાવની જાણ ગામ લોકોને થતાં ગામના લોકો તળાવ કાંઠે દોડી આવ્યા હતાં. અને પાણીમાં ડૂબેલા બંને બાળકોની પાણીમાં આદરી હતી. અને મહામુસીબતેં બંને બાળકોને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે લાઠી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. જ્યાં ફરજપરના તબીબે બંને બાળકોને મ્રુત જાહેર કર્યા હતાં. જો કે બે પૈકી એક બાળકના વાલીઓને તબીબની વાત ઉપર વિશ્વાસ ના હોય જેથી અમરેલી દવાખાને લઈ ગયા હતાં. લાઠી તાલુકાના આ ખોબા ગામમાં એક સાથે બે પિતરાઈ ભાઈના ડૂબી જવાના કારણે થયેલ મોતથી શોકનો માહોલ છવાયો