અમરેલી,
આગામી તા. 20મીએ અમરેલી જિલ્લાના પ્રવાસે આવી રહેલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના આગમનને લઇને તડામાર તૈયારીઓ કરાઇ રહી છે અને આજે અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયા, સાંસદશ્રી ભરત સુતરીયા શ્રી મહેશ કસવાળા, શ્રી જેવી કાકડીયા, શ્રી જનક તળાવિયા તથા કલેકટરશ્રી અજય દહિયા ડીડીઓ શ્રઈ પરીમલ પંડયા, ડીવાયએસપીશ્રી ચિરાગ દેસાઇ સહિતના સબંધીત અધિકારીઓ ને સાથે લઇ જઇ અમરેલીમાં વિવિધ લોકાપર્ણ તથા ખાતમુહુર્તના સ્થળોએ શ્રી વૈકરિયાએ નિરીક્ષણ કરી જરુરી સુચનાઓ આપી હતી.એક તરફ રાજયભરમાં રસ્તાઓ, સેવા સેતુ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કામો શરૂ થતા હોય અમરેલીમાં મુખ્યમંત્રીના આગમનને લઇને 2008ના ગુજરાત ગૌરવદીવસ જેવી તૈયારીઓનો ભારે ધમધમાટ દેખાઇ રહયો છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનાં આગમનથી ભાજપ કાર્યકરોમાં નવી ચેતનાનો સંચાર થયો છે.