અમરેલી,
9 માં ધોરણની વિદ્યાર્થીની સાથે બ્લુ ફિલ્મો કરતા પણ ખરાબ રીતે થયેલા દુષ્કર્મ અને તેણીને ગર્ભ રહી ગયાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આ ઘટનાની ગંભીરતા પારખી અમરેલીનાં તત્કાલીન એસપી અને હાલ સ્પેશ્યલ મોનીટરીંગ સેલના ડીઆઇજી શ્રી નિર્લિપ્ત રાયએ આ બનાવ અંગે તપાસ ચલાવી રહેલ સીટીપીઆઇ શ્રી મહેશ મોરી તથા રાઇટરની ટીમનાં શ્રી રમેશભાઇ વાળા, શ્રી કપીલભાઇ બગડા, શ્રી દિનેશભાઇ મકવાણાને તપાસમાં કેવા મુદાઓ અને ક્યા પ્રકારના પુરાવાઓ એકત્ર કરવાના હોય તેની જીણવટભરી માહિતી અને માર્ગદર્શન આપી સીબીઆઇની તપાસની જેમ કડીબધ્ધ પુરાવાઓ એકત્ર કરવાનું માર્ગદર્શન આપ્યું હતુ તથા આ કેસમાં આરોપીઓને કોઇ છટકબારી ન મળે તે માટે ગૃહ વિભાગમાંથી આ ઘટનાની જાણ કરી આ કેસ ડે ટુ ડે સ્પેશ્યલ કોર્ટમાં ચાલે અને તેના માટે સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે નામાંકીત એડવોકેટ શ્રી ઉત્પલ દવેની નિમણુંક કરાવી