સાવરકુંડલા,
આજે બપોરના મેઘરાજાની એન્ટ્રી થતા યાર્ડમાં આવેલ શીંગને ભારે નુકશાન થયેલ છે. ખેડુતો દ્વારા હરરાજી થયા બાદ વેપારીને મોમાં આવેલ કોળીયો વરસાદે ઝુંટવી લીધો આમાં વેપારીને પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. આજરોજ અંદાજીત 9000 મણ શીંગની આવકમાં અંદાજિત 6000 મણ શીંગને વરસાદથી અસર થવા પામી છે. પાછોતરા છેલા વરસાદથી ખેત જણસોને પણ નુક્શાન થતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા