જુનાગઢ,
પોલિસ પ્રજાનો મિત્ર છે.એ સુત્રને સાર્થક કરવા એસપીશ્રી હર્ષદ મહેતાનાં માર્ગદર્શનમાં જુનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત શહેરમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલ.સીસીટીવી કેમેરા મારફતે 24 કલાક મોનેટરીંગ કરવામાં આવે છે. અને શહેરમાં કોઈપણ બનાવ બને કે તુરંત જ ડીટેકટ કરવા તથા ટ્રાફીક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે. ડી.વાય.એસ.પી.એ.એસ. પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પી.એસ.આઈ.ાપી.એચ. મશરૂ અને પોલિસ સ્ટાફ દ્રારા અરજદારોના અલગ અલગ વિસ્તારના ગુમ થયેલ 5 તોલા સોનાની લકકી, બે તોલા સોનાનુ ંબ્લેસલેટ, એક તોલા સોનાની બુટી તથા ચાંદીના સાંકળા મળી કુલ આઠ તોલાના સોનાના આભુષણો સહિતની વસ્તુઓ મળી કુલ રૂ/.6,50,000 નીકિંમતના ખોવાયેલ આભુષણોને વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત ઈન્સ્ટોલ કરવામાં આવેલ.સીસીટીવી કેમેરાની મદદથી શોધી મુળ માલિકને પરત અપાવી પોલિસ પ્રજાનો મિત્ર છે.એ સુત્રને સાર્થક કરી બતાવ્યું હતું.
જુનાગઢમાં શ્રી હર્ષદ મહેતાની ટીમ દ્વારા અરજદારોનો ગુમ થયેલ રૂ.સાડા છ લાખનો મુદામાલ પરત અપાયો
Published on