જાફરાબાદ,
જાફરાબાદનાં પીપળીકાંઠે રહેલા ઝુડામાં કોઇ કારણોસર શોર્ટ સર્કિક સર્જાતા ઝુપડા અને માછીમારોની ઘરવખરી સહિત ચિજવસ્તુઓ બળીને ખાખ થઇ જતા અંદાજે લાખો રૂપિયાનું નુક્શાન થયું હતું. માછીમારોનાં ડીઝલ ભરવાનાં બેરલ તે વિસ્તારમાં હતાં અને અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા ઉંચે સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. ઉપરાંત આગને કારણે રાંધણ ગેસનો બાટલો ફાટતા લોકોમાં ભારે દોડધામ મચી હતી. સદ્દનસીબે કોઇ જાનહાની કે ઇજા થઇ ન હતી.આ બનાવ અંગે જાણ થતા ખારવા સમાજનાં અગ્રણી શ્રી ભગુભાઇ સોલંકી તથા ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી દોડી ગયા હતાં. આગને ઠારવા માટે પાલિકા પાસે ફાયર ફાયટરનાં કોઇ સાધનો ન હોવાથી અલ્ટ્રાટેક સિમેન્ટ તેમજ સિન્ટેક્ષની ટીમોને બોલાવી આગ બુજાવવા જહેમત ઉઠાવી હતી.