અમરેલી,
સરકાર ના કડક આદેશ ના પગલે આખરે અમરેલી નગર પાલિકા દ્વારા રખડતા ભટકતા પશુઓને ડબ્બે પુરવાનીકાર્યવાહી ધરવામાં આવેલ હતી.જેમાં પાત્રીશ પશુઓને પકડી ડબ્બે પુરવામાં આવેલ હતા.પોતાના પશુઓની પાલિકામાં નોંધણી નહી કરાવનાર પશુ માલિકો સામે પણ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હાઇકોર્ટ અને સરકારના જાન માલ ના રક્ષણ અર્થે કડક પગલા ભરવા વહીવટી તંત્ર ને આદેશો કરવામાં આવેલ છે.જેના અનુસંધાને અમરેલી પાલિકા દ્વારા શહેરમાં રખડતા ભટકતા ડબ્બે પુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.જે અંગે પાલિકા દ્વારા અગાઉ કામગીરી હાથ ધરવામાં આવેલ ત્યારે પશુ માલિકો દ્વારા પાલિકાના કર્મચારીઓને પશુઓ ન પકડવા ધમકી આપવામાં આવતી હતી તેમજ પાલિકા પાસે પશુઓ પકડવા માટે પૂરતો સ્ટાફ પણ ન હોવાથી હાલ એજન્સી ની નિમણુંક કરી પશુઓ પકડવા કાર્યવાહી હાથ ધરવામાં છે.બે દિવસની કામગીરી દરમ્યાન એજન્સી દ્વારા પાત્રીશ પશુઓને પકડી ડબ્બે પુરવામાં આવેલ હતા.પકડવામાં આવેલા પશુઓ માલિકીના હશે તો આવા માલિકો પાસેથી એજન્સી દ્વારા દંડ વસુલવામાં આવશે.પશુ પકડવામાં કોઈ તત્વો દ્વારા વિરોધ કે આડખીલી રૂપ બનવામાં આવશે તો એજન્સી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે.તેમજ પાલિકા દ્વારા પશુ માલિકોને તાકીદ કરવામાં છે કે પોતાની માલિકિના પશીઓ ની પાલિકા કચેરી માં ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે અન્યથા દંડ ફટકારવામાં આવશે.જેની ગંભીર નોંધ લેવા વિનંતી.રોડ ઉપર અડિંગો જમાવી દેનારા પશુઓ ને હવે કોઈ પણ ની શેહ શરમ રાખ્યા વિના દરરોજ પકડવાની કાર્યવાહી કરવામા આવશે.