ગીર સોમનાથ,
પોલીસ ઇન્સપેકટર શ્રી એચ.આર.ગોસ્વામી વેરાવળ સીટી પોલીસ સ્ટેશનનાઓએ કામગીરી કરવા તમામ સ્ટાફને સુચના કરેલ જે અનુસંધાને ગઇ તા.22/08/2024 ના રાત્રીના સમયે ફરીયાદીના મકાન માંથી કોઇ અજાણ્યા ચોર ઇસમએ ફરીયાદીના સોનાના ચેઇન નંગ બે બન્ને ચેઇનનો વજન આશરે ત્રણ તોલાના જે 1 તોલા સોનાની કિ.રૂ 50,000/- લેખે ત્રણ તોલાની કુલ કિંમત 1,50,000/- ની ચોરી થયેલ ની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં કરતા અત્રે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્રારા ગુનો ડીટેકટ કરી ચોર મુદામાલ સાથે આરોપીને પકડી પાડેલ જેથી આ ગુનામાં ગયેલ સોનાના ચેઇન છોડાવવા ફરીયાદીને જરૂરી સુચના કરતા અરજદાર-કાંતાબેન હરીલાલ સોલંકીએ વેરાવળ કોર્ટમાં અરજી દાખલ કરતા નાદાર કોર્ટએ ચેઇન મુળ માલીકને પરત સોંપવાનો હુકમ કરેલ જે હુકમ અન્વયે આજરોજ અત્રેના ક્રાઇમ રાઇટર હેડ રંજનબેન ખીમજીભાઇએ નામદાર કોર્ટના હુકમ આધારે મુળ માલીકને તેમના ચોરીમાં ગયેલ સોનાના ચેઇન નંગ-2 વજન આશરે ત્રણ તોલા કિ.રૂ.1,50,000/- ના પરત કરી તેરા તુજકો અર્પણના સુત્રને સાર્થક કરેલ છે.