અમરેલી,
અમરેલીના લાઠી અને બાબરા રોડને જોડતા નાગનાથથી સેન્ટર પોઇન્ટ સુધીના શહેરના ખુબ જ મહત્વના અને સતતવ્યસ્ત માર્ગમાં બન્ને બાજુએ લારીઓ-કેબીનોના દબાણો ઉભા કરી દેવામાં આવ્યા હોય અમરેલીમાં બેફામ દબાણો કુંડલા જેવી સ્થિતિ સર્જશે તેવી દહેશત વ્યકત થઇ રહી છે.જો સબંધીત તંત્ર સમયસર પગલા લે તો ભવિષ્યમાં દબાણોને કારણે થતી મોટી માથાકુટ અટકી શકે અને નાગરિકોને અવર-જવર માટે માર્ગ ખુલ્લા રહી શકે કારણ કે, સાવરકુંડલામાં કાલે માથાકુટ દબાણ માટે થઇ હતી સદનસીબે પોલીસ તંત્રના સારા પગલાને કારણે વધ્ાુ વાત વણસતા અટકી ગઇ છે પણ એ યાદ રાખવું જોઇએ કે, અમરેલીમાં ભુતકાળમાં કોમીનલ પણ શાક માર્કેટ સામે દબાણ માટે જ ફાટી નિકળ્યું હતું આ રોડ ઉપર પેટીયુ રળતા નાના-નાના ધંધાર્થીઓને હરતા ફરતા રાખી શકાય અથવા વૈકલ્પીક જગ્યા આપવી જોઇએ શું તંત્ર પગલા લેશે ?.