અમરેલી,
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલીમાં તા.28/11/2024 ગુરૂવારના રોજ એક ખેડૂત સંસ્થામાં કપાસ વેંચવા લઈને આવેલ જે હરરાજીમાં વેંચાણ થતા વાહનનું વે-બ્રીજ વજન કરાવી ખરીદનાર વેપારીને કાંટે કપાસ ખાલી કરવા ગયેલ જયા ઉપરોકત ઈસમ વિક્રમ જીણાભાઈ વાળોદરીયા વાહન ખાલી કરવાની કામગીરી કરી રહેલ તે અન્વયે ખાલી કરતા સમયે આ કપાસ સેમ્પલ મુજબ નથી જો ખાલી કરવો તો રૂપિયા આપવા પડશે એમ બે વખત રૂપિયાની માંગણી કરતા ખેડૂત દ્વારા તેમના કમીશન એજન્ટને જાણ કરતા કમીશન એજન્ટ દ્વારા સંસ્થાને જાણ કરેલ જે અન્વયે સંસ્થા દ્વારા તપાસ કરતા હકિકત સાચી જણાયેલ જે ગંભીર બાબતની નોંધ લઈ સંસ્થાના ચેરમેનશ્રી શૈલેષભાઈ સંઘાણી દ્વારા ઉપરોકત ઈસમ વિક્રમ જીણાભાઈ વાળદોરીયા સામે દંડનીય અમરેલી મુખ્યયાર્ડ ચોગાનમાં કાયમી પ્રવેશબંધી જાહેર કરવામાં આવેલ છે તેમ એક અખબાર યાદીમાં માર્કેટયાર્ડના સેક્રેટરી તુષાર હપાણીએ જણાવેલ છે.