Homeઅમરેલીમરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

Published on

spot_img

સાવરકુંડલા,

સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ જિલ્લા પંચાયતનાં સભ્ય શરદ ગોદાણી અને પુર્વ સભ્ય તથા હાલમાં જિલ્લા પંચાયતનીસિંચાઇ સમિતિનાં ચેરમેનનાં પતિ લાલજીભાઇ મોર સહિત છ સામે મનસુખભાઇને કોર્ટમાં ધમકી આપી કેસ પાછો ખેચાવી લેવા માટે ત્રાસ આપી મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા સાવરકુંડલાનાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામે 2013માં મારામારીની ઘટના બની હતી જેમાં સાવરકુંડલા તાલુકા પોલીસ મથકે સુખાભાઈ બાઘાભાઈ મોર અને લાલજીભાઈ બાઘાભાઈ મોર સામે ફરિયાદ નોંધાઇ હતી કે, તેણે મનસુખભાઈ નામની વ્યક્તિને માર માર્યો હતો જે કેસ સાવરકુંડલા કોર્ટમાં ચાલી જતા બેમાંથી આરોપીમાં એક ને પાંચ વર્ષની સજા થઇ હતી અને લાલજીભાઈ મોરને નિર્દોષ છોડવામાં આવ્યાં હતાં.આ ઘટનામાં ફરિયાદીએ અપીલ કરતા સેશન્સ કોર્ટમાં આ બાબતે ત્રણેક દિવસ પહેલા ચુકાદો હોય આરોપી અને ફરિયાદી બંને સેશન્સ કોર્ટમાં હાજર હોય સેશન્સ કોર્ટમાં ફરિયાદી પક્ષે વકીલ ન હોય અને ફરિયાદી પક્ષ ના મરણ થનાર મૃતક મનસુખભાઈ પાસે વકીલ રોકવાના પૈસા ન હોવાથી તેમને સરકારી વકીલ મળે કે કેમ તે જોગવાઈ ની નામદાર કોર્ટ તપાસ કરી રહી હતી તે જ દરમિયાન તેમણે તારીખ 30 11 2024 ના રોજ જાતે દવા પીધી અને સારવાર માટે પ્રથમ સાવરકુંડલા અને ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તારીખ 2-12-2024ના રોજ સવારે 9:30 કલાકે ફરિયાદી મૃતક મનસુખભાઈ નું મૃત્યુ થયેલ હતું.મૃતકના ભાઈ ગુણવંતભાઈ નાનુભાઈ વાઘમશી રહેવાથી ખોડીયાણાના એ જ પોતાના ભાઈનું સારવાર દરમિયાન અમરેલી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થતા જ્યાં સુધી મારા ભાઈને ન્યાય નહીં મળે અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમે ડેડબોડી નહીં લઈએ તેવું પોલીસને જણાવ્યું હતું.આખરે સાવરકુંડલા પોલીસ મથકમાં છ જણા વિરુદ્ધ મરી જવા મજબૂર કરવા બાબતે અને પોતાના ભાઈને કેસ પાછો ખેંચી લેવા અવારનવાર ધાક ધમકીને દબાણ કરનાર આ છ વ્યક્તિઓ હતા તેવું તેણે તેની ફરિયાદમાં જણાવ્યું છે આથી સાવરકુંડલા પોલીસ મથકમાં સુખાભાઈ બાઘાભાઈ મોર, લાલજીભાઈ બાઘાભાઈ મોર, ધવલભાઇ લાલજીભાઈ મોર, કાનજીભાઈ માયાભાઇ બગડા, મનસુખભાઈ મનજીભાઈ વેકરીયા અને શરદભાઈ નાનાભાઈ ગોદાણી રહે.આંબરડી ઉપર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતકના ભાઈએ લાશ સ્વીકારી તેમનો અગ્નિસંસ્કાર કરી દીધો છે મહત્વની વાત એ છે કે જ્યારે 30-11 ના રોજ નામદાર કોર્ટમાં મૃત તો કે ઝેરી દવા પીધી અને વધુ સારવાર માટે તેને અમરેલી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો તે સમય દરમિયાન સાવરકુંડલા કોર્ટના રજીસ્ટાર ક્લાર્ક દ્વારા રાજ્ય સરકારી સેવક ઉપર દબાણ લાવવા બાબતે એક એનસી ફરિયાદ પણ નોંધવામાં આવી છે હાલ સાવરકુંડલા તાલુકા પોલીસ અધિકારીશ્રી પંકજ ચૌધરી આ સમગ્ર ઘટનાની તપાસ ચલાવી રહ્યા છે.

Latest articles

27-12-2024

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...

Latest News

27-12-2024

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...