રાજુલા,
ભાવનગર નજીક ત્રાપજ પાસે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં છ વ્યકિતઓના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા જેમાં રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારના પણ લોકોનો થાય છે ત્યારે આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.જાણવા મળતી વિગત મુજબ આજે વહેલી સવારે ભાવનગરના ત્રાપજ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયું હતું જેમાં રાજુલા જાફરાબાદ વિસ્તારના કુલ ચાર વ્યક્તિના મોત થયા હતા જ્યારે 11 વ્યક્તિઓ ઘાયલ થયા હતા જેમાં ખુશીબેન કલ્પેશભાઈ બારીયા ઉંમર 8 તમન્નાબેન ભરતભાઈ કવાડ ઉંમર વરસાદ જ્યારે ગોવિંદભાઈ ભરતભાઈ કવાડ ઉંમર વર્ષ ચાર અને ચતુરાબેન મધુભાઈ ઉંમર વર્ષ 45 સહિત ચાર વ્યક્તિના મોત થયા હતા જ્યારે અન્ય 11 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થતા જેમને ભાવનગર તળાજા રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટના બનતા રાજુલા જાફરાબાદ વિસ્તારમાંથી અનેક લોકોએ ભાવનગર દોડી હતા અને પોતાના પરિવારજનોની શોધ કોણે શરૂ કરી હતી આ તમામ પરિવારો સુરત ખાતે લગ્ન પ્રસંગમાં અને આ સમૂહ લગ્નમાં હાજરી આપી પરત ફરતા હતા ત્યારે આ ઘટના બનતી હતી લગ્ન બાદ આખો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનામાં ત્રણ ઉમરા બાળકો સહિત ચાર વ્યક્તિઓના મોત થયા હતા 11 વ્યક્તિઓને ગંભીર કે સામાન્ય ઇજાઓ તથા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.