અમરેલી,
અમરેલીના યુવાન અને કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય એ માટે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગહસ્તકના વાંકિયા-ચાંદગઢ રોડ 0/0 થી 19/0કિલોમીટર રસ્તાના રિસરફેસીંગ વિસ્તારમાં સી.સી. રોડ તથા રોડ ફર્નિચરના કામ માટે રૂપિયા 12 કરોડની રકમ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી અમરેલી જિલ્લાના મુખ્ય માર્ગનું રિકાર્પેટનું કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. રસ્તાના નવીનીકરણનું આ કામ સંપન્ન થતા, આ વિસ્તારની પ્રજાને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે એમ કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં આવેલ છે.