અમરેલી,
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના બાબાપુર મુકામે વોટરશેડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાણી પ્રશ્ને અમરેલીને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસના ભાગરૂપે અમરેલી તાલુકાના બાબાપુર મુકામે તળાવ અને કેનાલમાં પાણી ડાયવર્ટ કરવાના કામો હાથ ધરાશે. આશરે રૂ. 32,81,000 લાખના ખર્ચે પૂર્ણ થનારા આ કામોથી સમગ્ર વિસ્તારના સિંચાઈ અને પાણીનો પ્રશ્નો હલ થશે. આ પ્રસંગે કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, ચેકડેમ અને તળાવ તેમજ કેનાલને લગતા વોટરશેડના કામો પૂર્ણ થતા ગ્રામ્ય વિસ્તારનંદનવન બનશે. પાણી પ્રશ્ને અમરેલીના વિસ્તારને આત્મનિર્ભર બનાવવાનો અમારો વિનમ્ર પ્રયાસ છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી માટે સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના આગેવાનો સહિત મોટી સંખ્યા વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.