અમરેલી,
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલીમાં તા.18/12/2024 ને બુધવારના રોજ વાહનભાડાનો ધંધો કરતાં ઇસમ ના રોજ ઉપરોકત ઇસમ અસગર ઈકબાલભાઈ મહીડા ઉ.વ.22, રહે. અમરેલી દ્વારા ચણાનો કટો-1 (50 કિ.ગ્રામ) ચોરી કરી હરરાજીમાં વેંચાણ કરવામાં આવેલ આ અંગે સંસ્થાને જાણ થતાં સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ભાળ મેળવી પુછપરછ કરી રૂબરૂ નિવેદન લેતાં, ઈસમ દ્વારા ગુનો કર્યાનું સ્વિકાર કરતાં, સંસ્થા દ્વારા ચણાના થતા રૂપિયા મુળ માલિકને પરત કરાવલ તેમજ આવા ચોરીના દુષણને ડામવા માટે સંસ્થા ચેરમેનશ્રી શૈલેષભાઈ સંઘાણી દ્વારા ચોરી કરનાર શખ્સ અસગર ઈકબાલભાઈ મહીડા સામે કાર્યવાહીરૂપે અમરેલી મુખ્ય યાર્ડ ચોગાનમાં કાયમી પ્રવેશબંધી જાહેર કરવામાં આવેલ છે તેમજ ચોરી કરેલ માલ કમીશન એજન્ટ ઉષા એગ્રીલાઈફ પેઢી દ્વારા ગેઈટપાસ વગર આ જણસીને તેમની દલાલીમાં વેંચાણ કરવા બદલ તેમની સામે પણ દંડનિય કાર્યવાહી કરવામાં આવેલ છે તેમ એક અખબાર યાદીમાં માર્કેટયાર્ડના સેક્રેટરી તુષાર હપાણીએ જણાવેલ છે.