ધારીનાં નતાળીયા પુલ પાસેથી યુવાનની લાશ મળી

અમરેલી,

ધારીનાં નતાળીયા પુલ પાસેથી 35 વર્ષનાં નવયુવાનના માથાના ભાગે ગંભીર ઇજા સાથે લોહી વહી ગયેલ યુવાનની લાશ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરી હતી આ યુવાન વેકરીયાપરાનો જમાઇ અને સમઢીયાળા ગામનો વતની હોવાનું અને પુલ ઉપરથી જતા નીચે પટકાતા મોત નિપજ્યાનું બહાર આવ્યુ છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી