અમરેલી,
અમરેલી જિલ્લામાં આ જાન્યુઆરી માસ દરમિયાન રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે તેમની ઉપસ્થિતિમાં રાજુલાના શહીદ ચોકમાં 108ફુટનો તિરંગો,ધારીનું પોલીસ સ્ટેશન અને અમરેલીના આધ્ાુનિક બસપોર્ટના લોકાર્પણ કરવા માટે તારીખો નકકી કરાઇ રહી છે.અમરેલીમાં અતિ આધ્ાુનિક મોડેલ બસસ્ટેન્ડ તૈયાર થઇ ગયું છે અને રાજુલામાં શ્રી હિરાભાઇ સોલંકી દ્વારા માર્કેટ યાર્ડ પાસે શહીદ ચોકમાં 108 ફુટનો વિશાળ તિરંગો તૈયાર કરાયો છે જયારે ધારીમાં નવુ પોલીસ સ્ટેશન બનીને તૈયાર છે આ ત્રણેય કાર્યક્રમો એક સાથે યોજાવાના હોય અમરેલીના ધારાસભ્ય, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાને અમરેલી,ધારી અને રાજુલાના ત્રણેય કાર્યક્રમો માટે જવાબદારી સોંપવામાં આવી