આંબરડી નજીક ખુલ્લા ખેતરમાં સિંહણે ગાયનો શિકાર કરી ભૂખ્યા ત્રણ બચ્ચાઓનું પેટ ભર્યું

આંબરડી,

અમરેલી માં સિંહો દ્વારા વધુ પશુ શિકારની ઘટના સામે આવી છે, સિંહ જાણકારોના મતે કડકડતી ઠંડીની શરૂઆત થાય ત્યારે સિંહોની ભૂખ વધુ ખુલતી હોય છે. ત્યારે સાવરકુંડલાના આંબરડી ગામ નજીક એક સિંહણે ત્રણ ભૂખ્યા બચ્ચાંઓ નું પેટ ભરવા એક ગાયનો શિકાર કર્યો હતો અને ખુલ્લા ખેતરમાં બિન્દાસ્ત શિકારની મિજબાની માણી હતી.સિંહોનું સામ્રાજ્ય ગણાતા અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા વધુ શિકાર કર્યાની બનવા સામે આવ્યો છે. ખાસ કરીને સાવરકુંડલા પંથકમાં સિંહો નો વધુ વસવાટ જોવા મળી રહ્યો છે, મિતિયાળા અભ્યારણ્ય ને અડીને આવેલા સાવરકુંડલાના આંબરડી થી ખાંભા જવાના રસ્તે સમી સાંજથી એક સિંહણ ત્રણ બચ્ચાં સાથે શિકારની શોધમાં આંટા ફેરા કરતી ખેતરોમાં જોવા મળતા ખેડૂતો અને મજૂરોએ ખેતી કામ અધૂરા છોડી ઘર તરફ ભણી ગયા હતા, ત્યારે ગઈ રાત્રે 8 વાગ્યે રોડ નજીક આવેલ ખુલ્લા ખેતરમાં એક ગાયનો શિકાર કરી ત્રણ ભૂખ્યા બચ્ચાંઓ સાથે મોડીરાત સુધી બિન્દાસ્ત શિકારની મિજબાની માણી હતી.ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને આ નજારો જોવા મળ્યો હતો, એક રાહદારી દ્વારા સિંહો દ્વારા શિકાર કરી મિજબાની માણતા સિંહોની વિડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને ત્યાર બાદ પણ સિંહબાળો એ વહેલી સવાર સુધી શિકારની મિજબાની માણી હતી.