દામનગર : સવારની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર લોકલ બસ બંધ કરી દેવાતા મુસાફરોમાં પ્રચંડ રોષ

ભાવનગર વિભાગની ગારિયાધાર ડેપોની વર્ષો જૂના રૂટની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર, ઢસા,બાબરા,આટકોટ લોકલ બસ સવારે ૫ કલાકે ઉપાડતી બસમાં પૂરતા પ્રમાણમાં મુસાફરો થી એસ.ટી.તંત્રને સારી આવક મળે છે. આ બસ બાબરા,આટકોટ,રાજકોટ જવા માટે દામનગર – પંથકના ગામડાના લોકોને ખુબજ ઉપયોગી છે. દામનગર થી જ આ બસમાં કાયમ ૧૫ થી ૨૦ લોકો જતા – આવતા મુસાફરી માટે અત્યંત સરળતા રહે છે,પરંતુ ગારિયાધાર ડેપોના જવાબદાર અધિકારીના મનસ્વી વલણથી આ બસને એક મહિનાથી બંધ કરી દેવાતા દામનગર – વિસ્તારના લોકોમાં પ્રચંડ રોષ જોવા મળ્યો છે. એક બાજુ સરકાર નવી બસો લાવીને વિવિધ રૂટ પર ચલાવી રહી છે.હજુ એક દિવસ પહેલાજ મુખ્યમંત્રીએ અદ્યતન નવી બસોનું લોકાર્પણ કર્યું છે.. ત્યારે ભાવનગર ડીવીજન ના ગારિયાધાર ડેપો દ્વારા વર્ષો જૂના  સારી આવક વાળા રૂટ બંધ કરાઈ રહ્યા છે.આ બસને શરૂ કરવા દામનગરના અતુલ શુક્લે ભાવનગર વિભાગીય નિયામક ને રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.