બગસરા માં ગામડે ગામડે ઈ વિ એમ માં મતદાન કરવાની સમજૂતી આપવામાં આવી

આવનાની ચૂંટણી ને અનુલક્ષી ને બગસરા મામલદાર ઓફિસ દ્વારા ઈ વિ એમ નિદર્શન વાન દ્વારા મતદારો ને મત કેવી રીતે આપવા તે માટે સમજૂતી આપવામાં આવી હતી ૧૪-અમરેલી લોકસભા મા સમાવિષ્ટ ૯૪-ઘારી વિઘાનસભા મતદાર વિસ્તારના બગસરા તાલુકામા દરેક ગામડે ગામડે ઇવીએમ નિદર્શન વાન દ્વારા મતદારોને ઇવીએમ મા મતદાન કરવા બાબત સમજુતિ આ૫વામા આવી. તથા મામલતદાર કચેરી, બગસરા ખાતે જનસેવા કેન્દ્રમા ઇવીએમ નિદર્શન કેન્દ્ર શરૂ કરી કચેરીમા આવતા નાગરિકોને મતદાન માટે જાગૃત કરવામા આવ્યા હતા. આ સમયે માન.પ્રાંત અઘિકારી શ્રી કે.એલ.નંદા સાહેબ, બગસરા તથા મામલતદારશ્રી આર.પી.કાકલોતર સાહેબ, બગસરા દ્વારા માર્ગદર્શન અને સુચનાઓ આપવામા આવી. તેમજ પ્રાંત અઘિકારી સાહેબશ્રી બગસરા દ્વારા સમગ્ર પ્રક્રિયાનુ નિરિક્ષણ કરવામા આવ્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતી એ.બી.રાઠોડ, (નાયબ મામલતદાર) એ જહેમત ઉઠાવી હતી.