આજે શ્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા ટ્રેડ-શોનું ઉદઘાટન કરશે

ગાંધીનગર,
રાજ્યમાં દર બે વર્ષે યોજાતા 10મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આગામી તા. 09 થી 13 જાન્યુઆરી 2024 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ’વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’- 2024 યોજાશે.
બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ભારતના આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ-શોનું તા.09 જાન્યુઆરીના રોજ સાંજે 03.00 કલાકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સહિત દેશ- વિદેશના મહાનુભાવો,ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. આ ગ્લોબલ ટ્રેડ શો તા.10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે જ્યારે તા. 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. 10મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ -શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, ેંછઈ -સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા,રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ 20 દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે 1,000થી વધુ પ્રદર્શકો સહભાગી થશે જે વિવિધ ક્ષેત્રોમાં થઇ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે. આ ટ્રેડ-શોમાં કુલ વિસ્તારનું 100 ટકા બુકિંગ પૂર્ણ થયું છે.આટ્રેડ શોમાં વિવિધ પેવેલિયનની વિશેષતાઓમાં આંતરરાષ્ટ્રીય અને થીમ પેવેલિયન,ટેકેડ પેવેલિયન:ઇનોવેશન ટેકેડપેવેલિયન,ગુજરાત એક્સપિરિયન્સ ઝોન,સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો- સ્જીસ્ઈ, સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યોગસાહસિક,ઈ-મોબિલિટી,બ્લુ ઈકોનોમી,નોલેજ ઈકોનોમી અને સ્ટાર્ટઅપ્સ,મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ગુજરાત -આત્મનિર્ભર ભારત,ટકાઉપણું અને આબોહવા પરિવર્તન પેવેલિયન,હાઇડ્રોજન ઇંધણ અને ઇલેક્ટ્રિકલ વાહનો,સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર,વ્યૂહાત્મક નેટવર્કિંગ તકો,રિવર્સ બાયર સેલર મીટ-ઇમ્જીસ્ નિકાસ પ્રમોશન ઓરિએન્ટેડ પહેલ સહિત અગણીત માહીતીઓ જાણવા મળશે.