ટીંબી અને જુની કાતરમાં કમોતના બે બનાવો

અમરેલી,
જાફરાબાદ તાલુકાના ટીંબી હાઈવે રોડની બાજુમાં ટીંબી ચેકપોસ્ટ અને ભાડા ચોકડી વચ્ચે એક અજાણ્યા આશરે 40 થી 45 વર્ષના પુરૂષની ઠંડીના કારણે મૃત્યું પામતા લાશ પડેલ હોય. જે અંગે ટીંબીનાં જુનેદભાઈ કાસમભાઈ સરવૈયાએ નાગેશ્રી પોલિસ મથકમાં જાહેર કરેલ.જયારે રાજુલા તાલુકાના જુની કાતર ગામની સ્કુલમાં સંજયભાઈ રામજીભાઈ બાબરીયા ઉ.વ. 19 પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ જ ખરાબ હોય તેમજ ઘણા દિવસોથી મજુરી કામ મળતું ન હોવાથી કંટાળી જઈ પોતાની મેળે સ્કુલના મેદાનમાં ગુલમહોરના ઝાડની ડાળી સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ જતા મૃત્યું નિપજયાનું પિતા રામજીભાઈ છનાભાઈ બાબરીયાએ રાજુલા પોલિસ મથકમાં જાહેર કરેલ