સાવરકુંડલામાં પુ.મોરારિબાપુની ઉપસ્થિતિમાં પર્વ ત્રયોદશી 2024 નો પ્રારંભ

સાવરકુંડલા,
તા.10-11 ના રોજ નાટ્યપર્વ, સાહિત્ય શિક્ષણ સન્માન સાથે નુતન વિભાગોનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો પૂ. મોરારીબાપુની રામકથા સ્વરૂપ સફળ આહુતિ બાદ શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર સેવાયજ્ઞને 9 વર્ષ પુર્ણ થતાં હોસ્પિટલના આધ્ાુનિક વિભાગો ઉપરાંત ઘુંટણ, થાપા, સાંધાના ઓપરેશનો, મણકાના ઓપરેશનોનું પણ લોકાર્પણ થનાર છે. આ પ્રસંગે સાહિત્ય શિક્ષણ અને સંગીત સન્માન પર્વમાં ડો. નિરંજન રાજ્યગુરૂ, શ્રીપરી બલદેવપરી ઝવેરપરી, શ્રી નિલેશ ચંદારાણા, શ્રી ઉર્વીશ વસાવડા, શ્રી જુગલ દરજી, શ્રી પુજા દવે સહિતની ઉપસ્થિતીમાં એવોર્ડ અર્પણ અને મંગલ ઉદબોધન પૂ. મોરારીબાપુ કરશે. આજે તા.11 ગુરૂવાર સાંજનાં 5 વાગ્યાથી એવોર્ડ અર્પણ વિધી કાર્યક્રમ જે.વી. મોદી હાઇસ્કુલ પટાંગણમાં યોજાશે આ પ્રસંગે ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા, સવજીભાઇ ધોળકીયા, સાહિત્યકાર રતિલાલ બોરીસાગર, ભદ્રાયુ વછરાજાની, શ્રી નિરંજન રાજ્યગુરૂ ઉપસ્થિત રહેશે કાર્યક્રમનું સંચાલન પ્રણવ પંડયા કરશે. તેમ લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ખાદી કાર્યાલય પાછળ રેલ્વે સ્ટેશન સામે, સાવરકુંડલા ખાતે યોજાશે. તેમ ટ્રસ્ટી મંડળ પ્રમુખ શ્રી હરેશભાઇ મહેતાએ જણાવ્યુ