જુનાગઢના પ્રોહીના ગુનામા નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો

જુનાગઢ,
જુનાગઢ રેન્જના નાયબ પોલિસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી જીલ્લા પોલિસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.જે.જે. પટેલ, પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ. વાય.પી. હડીયા અને પોલિસ સ્ટાફે હયુમન અને ટેકનીકલ સોર્સના માધ્યમથી તાલુકા પોલિસ મથકના પ્રોહીના ગુનામાં નાસતા ફરતા આરોપી સંજય મોહનભાઈ સરવૈયા રહે. રાજકોટવાળાને તેમના રહેણાંક મકાનેથી ઝડપી લઈ જુનાગઢ તાલુકા પોલિસને આગળની કાર્યવાહી માટે સોંપી આપેલ