ઢૂંઢિયાપીપળીયા નજીક જમીનમાં કુદરતી ખાડા પડ્યા તેમાંથી કાળો પદાર્થ નીકળતા લોકો જોવા ઉમટ્યા

વડિયા,
અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા મથક એવા વડિયા ની ભાગોળે આવેલા ઢૂંઢિયા પીપળીયા ગામથી થોડે દૂર આવેલા ચામુંડાના મંદિર વિસ્તાર ની જગ્યામાં 500મીટર જેટલાં વિસ્તાર માં જમીન માં ખાડા પડી ને લાવા જેવો કાળો પદાર્થ નીકળતા અનેક તર્ક વિતર્ક સર્જાતા જોવા મળ્યા છે. માતાજીના મંદિર પાસે આ ઘટના બનતા કોઈ ધાર્મિકતા સાથે જોડે છે તો કોઈ લાવારસ હોવાનુ જણાવે છે ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા તાલુકા વહીવટી તંત્ર ને જાણ કરી આ બાબતે ભુસ્તર વિભાગ ને જાણ કરવા અને આ જગ્યા માં નીકળેલા પદાર્થ ની તપાસ કરવા અપીલ કરાઈ છે. ત્યારે લાવરસ જેવો કાળો પદાર્થ નીકળતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા .