અમરેલીનાં ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા સામે તાલુકા પંચાયત પ્રમુખનાં નામે બનાવટી લેટર વાયરલ કરાયાનાં મામલે આજે ગાંધીનગરમાં ભાજપનાં પદાધિકારીઓ રજુઆત કરી રહ્યાં છે તે પુર્વે પોલીસ તંત્ર દ્વારા આ બનાવટી લેટર માટે તપાસનો ધમધમાટ શરૂ હોવાનું અને કેટલાકની પુછપરછ કરાઇ રહી હોવાનું જાણવા મળેલ છે. ભાજપનાં જ એક પુર્વ હોદ્દેદારને પોલીસે પુછપરછ માટે બેસાડ્યાં હોવાનું જાણવા મળેલ છે.