8મી જુનથી ચોમાસું બેસશે : આ વખતે 16આની વર્ષ

લીલીયા,
શિયાળામાં કારતક માગશરથી વરસાદનો ગર્ભ બંધાવા લાગે છે એ ગર્ભ શિયાળામાં બંધાણા પછી 195 દિવસ બાદ વરસાદ થાય છે. વરસાદના ગર્ભના 10 લક્ષણ છે. જેમકે વાદળ, વાયુ, વિજળી, ઝાકળ, હિમ પડવુ વગેરે તો આ વખતે વિક્રમ સંવત 2080ના વર્ષમાં જે ગર્ભ બંધાણ છે તો આ વર્ષે 16આની થશે. કારતક સુદ પુનમે કૃતિકા નક્ષત્ર સારૂ છે. કારતક સુદ 14ને દિવસે સૌરાષ્ટ્રમાં લગભગ ઘણે ઠેકાણે વરસાદ કરા સાથે પડેલ છે. તો ત્યાંથી 195 દિવસ બાદ 8 જુન થી ચોમાસુ બેસી જશે આ વર્ષે મંગળ સુર્યથી પાછળ હોવાને કારણે વરસાદ ખુબ જ થાય કારણ કે ચોમાસામાં મંગળ પાછળ હોવાને કારણે ઠંડકને કારણે ચોમાસામાં અવાર નવાર વરસાદ આવ્યા કરે. આ વખતે હોળી ઝાળ પુર્વ તરફ ગઇ છે. એટલે કે પશ્ર્ચિમનો પવન હતો. તેથી વનરાઇ ખીલી ઉઠે 16આની વર્ષ થાય તેમ ભડલીનું કથન હોવાનું ચાવડા વિઠલભાઇ જીવરાજભાઇએ જણાવ્યું