રાજુલા,
જાફરાબાદ શહેરમાં ગિરિરાજ ચોકમાં જૂની એસબીઆઈ બેંકની જર્જરિત મકાન હતું તેની નીચે પાવભાજીની લારી હોવાથી લોકો ચા પાણી પીતા નાસ્તો કરતા હતા આવા સમયે ઉપરની રોડ સાઈડની જર્જરિત દીવાલ ઘસી આવતા લોકો દબાયા હતા ઘટનાને લઈ લોકોમાં ભાગ દોડ મચી ગઇ અને ટોળે ટોળા એકત્ર થતા પોલીસ દોડી આવી લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં પોહચાડ્યા હતા જેમાં 2 વ્યક્તિના મોત થયા છે અને 3 ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનાને લઈ એમ્બ્યુલન્સ તાત્કાલિક બોલાવી ઇજાગ્રસ્ત લોકોને પ્રથમ જાફરાબાદ ત્યારબાદ વધુ સારવાર માટે મહુવા અને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને એક પછી એક તેમ બે લોકોના સારવાર દરમ્યાન મોત થયા છે અને અકસ્માતે સર્જાયેલા મોતની ઘટનાને લઈ સમગ્ર શહેરમાં શોકમય માહોલ સર્જાયો છે ઉપરના માળેથી નીચે કાટમાળ પડતા લોકો રીતસર દબાયા હતા અને મોટી સંખ્યામાં શહેરના લોકો મદદ માટે દોડી આવ્યા હતા જૂનું બાંધકામ વર્ષો જૂનું હતું અહીં પહેલા એસબીઆઈ બેન્ક ચાલતી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં આ જોવા મળતું હતું હાલ અકસ્માત સર્જતાં થોડીવાર લોકોમાં ભાગ દોડ મચી જવા પામી છે મૃતક સોલંકી સુરેશભાઈ નાનજીભાઈ,મકવાણા આતુભાઈ ચિનુભાઈ આ બને વ્યક્તિને ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયા છે તો અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં મકવાણા ભુપતભાઈ કાળુભાઈ,બાબુભાઇ બચુભાઇ સોલંકી, રોનકભાઈ ભગુભાઈ બાભણીયા, ભગુભાઈ સોમાભાઈ બારૈયા આ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હોવાને કારણે મહુવા ભાવનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હાલ આ ઘટનાને લઈ પોલીસએ તપાસ હાથ ધરવામાં આવી