અમરેલી,
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સંચાલિત નર્મદા મહિપરી એજ પાઇપ લાઇન નેટવર્ક આધારિત જુદી જુદી ત્રણ જુથ યોજનાઓ જેમાં ઇશ્ર્વરીયા જુથ પાણી પુરવઠા અને ધારી જુથ પાણી પુરવઠા અને વિસાવદર જુથ પાણી પુરવઠા યોજના મારફત અમરેલી પેટા વિભાગના 7 ગામો, ધારી પેટા વિભાગના 89 ગામો અને વિસાવદર પેટા વિભાગના 15 ગામો મહિપરી યોજનામાં પિવાના પાણીનો જથ્થો મેળવે છે. આ જુથ યોજનાની ઇશ્ર્વરીયા હેડવકર્સથી ગાવડકા હેડ વકર્સ તરફ જતી 914 મીમી તથા 711મી વ્યાસની એમએસ પાઇપલાઇનમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ભંગાણ હોવાથી પાઇપ લાઇન બદલવાની કામગીરી હાથ ધરવાની હોય તેથી અમરેલી પેટા વિભાગમાં 9 ગામો ધારી પેટા વિભાગના 89 ગામો અને વિસાવદર પેટા વિભાગના 15 ગામોને મહિપરીએજ યોજનાનો પીવાના પાણીનો પુરવઠો બંધ કરવામાં આવશે. આ કારણોસર પાઇપ લાઇન આધારિત લાભાર્થી ગામો અને શહેરમાં તા.30-3-24થી 8-4-24 સુધી એટલે કે 10 દિવસ પાણી પુરવઠો બંધ રહેશે. જે તે પંચાયત પાલિકાએ આ સમય દરમિયાન સ્થાનિક સોર્સ માંથી કે અન્ય વિકલ્પે પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડશે. આ મુશ્કેલીમાં લોકોએ પણ પાણી પુરવઠા બોર્ડને સહયોગી બનવા અનુરોધ કરાયો