અમરેલીનાં લાઠી રોડે પાણીનો બગાડ

અમરેલી,
અમરેલી ના લાઠી રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી નગર માં ભારે વાહનો ચાલવાના કારણે પાણી ની પાઇપ લાઇન નું ઠેર ઠેર ભંગાણ થતાં 4 થી 5 અલગ અલગ જગ્યા પર તૂટેલી લાઇન ના કારણે લાખો લીટર પાણી નો બગાડ તેમજ સોસાયટી ના રોડ પણ કાચા હોવાથી ગારો કિચ્ચડ નો જમેલો થાય છે મચ્છર જન્ય રોગચાળો પણ અનેક ગણો થાય છે ભર ઉનાળે પાણી ની વ્યવસ્થા ના હોય ને પાણી નો બગાડ અનેકગણો થતાં સોસાયટી ના રહીશો હેરાન પરેશાન નગરપાલિકા ને જાણ કરવામાં આવી હોય છતાં પણ કોઈ જવાબ દેવા માટે તંત્ર તૈયાર નથી નગર પાલિકા દ્વારા 2 દિવસે એકવાર પાણી આવે છે ત્યારે એટલો પાણી નો બગાડ થતો હોવાથી પણ કોઈ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી