પીપાવાવ મરીનનાં અપહરણ પોકસો બળાત્કારના ગુનામાં આરોપી ઝડપાયો

રાજુલા,
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય,જે અન્વયે અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ વલય વૈદ્ય નાઓ દ્વારા જીલ્લામાં ગુન્હો આયરી નાચી ગયેલ આરોપીઓને ત્વરીત પણે પકડવા માટે સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે સર્કલ પો.ઇન્સ. રાજુલા ના વી.એસ.પલાસ તથા પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.પી.બી.લકકડ નાઓની રાહબરી હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં- 11193045240105 આઇ.પી.સી કલમ- 363, 366, 376(2)()(હ),376(3),506(2), પોક્સો એક્ટ કલમ 4,6,8 જી.પી.એકટ કલમ 135 મુજબનો ગુન્હો તા-30/03/24 ના રોજ જાહેર થયેલ હોય જે કામનો આરોપી નાનજીભાઇ પાંચાભાઇ જોળીયા ઉ.વ. 21 ધંધો- મજુરી રે. ચાંચ તા- રાજુલા જી- અમરેલી વાળાને બાતમી આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી