કુંકાવાવમાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં મુદામાલના વાહનો અચાનક સળગ્યાં

કુંકાવાવ,
કુંકાવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં મુદામાલના વાહનોમાં આગ ભભુકી ઉઠતા 14 વાહનો સળગી ગયા હતા.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે કુંકાવાવનાં આઉટ પોસ્ટaપોલીસ સ્ટેશનમાં 1 કાર, 12 બાઇક, 1 છકડો રીક્ષા મળી કુલ 14 વાહનો અચાનક સળગી ગયા હતા. મુદામાલમાં કબ્જે લેવાયેલી કાર ગેસથી સંચાલિત હોય અને તેમાં ગેસ હોય તેને કારણે આગ લાગી છે કે બીજુ કોઇ કારણ છે તે જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી છે આ ઘટનાની તપાસ વડીયા પીએસઆઇ શ્રી એ.એન. ગાંગણા ચલાવી રહયા