સાવરકુંડલા નાગરિક બેન્કે 51.5 લાખનો નફો કર્યો

સાવરકુંડલા,
સને 1956 થી 2024 સુધી 68 વર્ષથી ગ્રાહકોને અવિરત સેવા આપતી બેંક વર્ષ 2023 24 માં સાવરકુંડલાના વેપારી તથા નગરજનોની સુવિધા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કરી અને ગ્રાહકોની સગવડતા વધાર્યા બાદ 2023 24માં આ બેંકે રૂપિયા 51.5 લાખનો પોઇન્ટ 35 લાખનો વિક્રમ ગ્રોસ નફો થયેલ છે બેંકના અવિરત વિકાસમાં સભાસદો માર્ગદર્શકો શહેર તથા તાલુકા ની જનતાના સહકારથી તથા બેંકના હાલ સમા મેનેજર તથા કર્મચારી ગણની અવિરત મહેનતથી આવો વિક્રમ નફો થયેલ તે બદલ આ બેન્કના ચેરમેન પ્રવીણભાઈ સાવજ ચેરમેન ભરતભાઈ માનસેતા અને એમડી પરાગભાઈ ત્રિવેદી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ તમામનો આભાર માન્યો