રાજકોટમાં આજે શ્રી રૂપાલાનાં સમર્થનમાં સ્નેહ સંવાદ

અમરેલી,
રાજકોટ લોકસભા મત વિસ્તારનાં ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમ રૂપાલાનાં સમર્થનમાં આજે અમરેલી જિલ્લાનાં ગામે ગામથી કાર્યકરોની ઉપસ્થિતિમાં સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાનાર છે. રાજકોટ સંસીદય બેઠકનાં ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમભાઇ રૂપાલાને જંગી લીડ સાથે લોકસભામાં મોકલવા જન સમર્થન માટે આજે તા.5-4-24 સાંજના 8 કલાકે સ્નેહ સંવાદ કાર્યક્રમ શ્રી ક્રિષ્ના ગૌશાળા પીલાળા ચોક, કોકોનટ પાર્ટી પ્લોટની આગળ, ભારત પેટ્રોલ પંપની સામે, મોવડી રાજકોટ ખાતે યોજાનાર સ્નેહ સંવાદમાં સંસદીય મત વિસ્તારના ભાજપ આગેવાનો કાર્યકરો સહિત આમજનતા ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવશે આ સ્નેહ સંવાદ કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહયો છે. સ્નેહ સંવાદ કાર્યક્રમ માટે શ્રી અંબરીષ ડેર રાજુલા, શ્રી પ્રતાપભાઇ કોઠીવાળ બાબરા, શ્રી ટીકુદાદા બોરીસાગર ખાંભા, શ્રી જગદીશભાઇ વ્યાસ અમરેલી, શ્રી પ્રવિણભાઇ બારૈયા જાફરાબાદ, શ્રી રાજુભાઇ માઢક રાજુલા, શ્રી ચિરાગ પરમાર બગસરા, શ્રી શરદભાઇ પંડયા સાવરકુંડલા દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે. શ્રી અંબરીષ ડેરે જણાવ્યું છે કે, અમારી ટીમ પ્રદેશની સુચના મુજબ પોરબંદર, સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉમેદવારોનાં સમર્થનમાં આ પ્રકારે કાર્યક્રમો યોજશે.