રાજુલાની સિવિલ હોસ્પિટલમાં અડધી રાત્રે ડોક્ટર દ્વારા દર્દી સાથે ઉધ્ધત વર્તન

રાજુલાની સિવિલ હોસ્પિટલમાં અડધી રાત્રે ડોક્ટર દ્વારા દર્દી સાથે ઉધ્ધત વર્તન

રાજુલા,
રાજુલા શહેરમાં આવેલી જનરલ હોસ્પિટલમાં હાલમાં બ્લડ સ્ટોરેજ યુનિટ તેમજ સ્ટાફ સહિતની વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને ઘણા બધા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ આ સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે પરંતુ અડધી રાત્રે અમુક ડોક્ટરો વર્તન કરતા અને દર્દીઓને જવાબ નહી દેતા દર્દીઓમાં દેકારો મચી જવા પામ્યો છે આ બાબતે દર્દીઓ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં ગઈ મોડી રાત્રે 12:30 વાગે એક દર્દી દિનેશભાઈ કરીને આવ્યા હતા તેને પેટમાં દુખાવો થતો હતો તેણે ઈમરજન્સી વોર્ડમાં પૂછતા ત્યાં રહેલી નર્સિંગ સ્ટાફે એવું જણાવેલ કે ડોક્ટર સાત નંબરમાં મળશે આ દર્દી ત્યાં જતા ત્યાં ડોક્ટર હાજર ન હતા અને ડોક્ટર્સ મોબાઇલમાં હતા અને અન્ય કોઈ પ્રવૃત્તિમાં રોકાયેલા હતા તેનો વિડીયો પણ વાયરલ થયો છે બાદમાં આગેવાનો સર્વે શ્રી કાનાભાઈ ગોહિલ સહિત નો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને ડોક્ટર ને કેતા ડોક્ટર એવું જણાવ્યું હતું કે અમે આખો દિવસ અહીં હોય છે અને અમે પણ થાકી ગયેલા હોય છે એટલે અનુકૂળતા મુજબ જવાબ આપતા રોષ વ્યાપી જેવા પામ્યો હતો પરિણામે અરજદારો દ્વારા આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્રને અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ને રજૂઆત કરી હતી અને આ ડોક્ટર મુકેશ બલદાણીયા સામે કડક હાથે કામગીરી લેવા રજૂ રજૂઆત કરી