અમરેલી જિલ્લામાં પાંચ વાહન ચાલકો સહિત 14 શખ્સો નશો કરેલ હાલતમાં ઝડપાઇ ગયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી પુર્વ જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરત પણે જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસતનાબુત કરવા કાર્યવાહી શરૂ રાખી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પાંચ વાહન ચાલકો સહિત 14 શખ્સોને રાજાપાઠમાં ઝડપી પાડયા હતાં. જેમાં અમરેલી રૂરલ, બાબરા, જાફરાબાદ મરીન, ધારી, જાફરાબાદ શહેર, નાગેશ્રી, ચલાલા પોલીસ દ્વારા નશો કરેલી હાલતમાં 14 શખ્સોને ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જયારે જિલ્લામાં 14 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી ત્રણ મહિલા સહિત 12ને ઝડપી પાડયા હતાં. જેમાં સાવરકુંડલા, બગસરા, ડુંગર, ચલાલા, નાગેશ્રી, લીલીયા , મરીન પીપાવાવ, સાવરકુંડલા રૂરલ, દામનગર, ધારી, જાફરાબાદ મરીન, રાજુલા અને અમરેલી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ