રાત્રે રાજુલામાં ટોળાની ધમાલ : તોડફોડ,બે ને ઇજા

રાત્રે રાજુલામાં ટોળાની ધમાલ : તોડફોડ,બે ને ઇજા

રાજુલા,
અમરેલી- રાજુલા શહેરમાં બાયપાસ ચોકડી ઉપર રાત્રે ધમાલ થતા લોકોના ટોળા એકત્ર થયા હતા આ બનાવ અંગે બહાર આવેલીે પ્રાથમિક વિગતો અનુસાર રાજુલામાં બાયપાસ ચોકડી ઉપર સોનલ કૃપા ટી સેન્ટર ઉપર 2 વ્યક્તિ ઉપર હુમલો થયો હતો અને 8 કરતા વધુ લોકોએ ખુરશીઓ તોડી અને બંને વ્યક્તિઓને મારમાર્યો હતો સરા જાહેરમાં કેટલાક લોકોએ હુમલો કરી ધમાલ મચાવતા શાંત એવા રાજુલામાં ખળભળાટ મચી ગયો છે આ બનાવમાં બંને ઈજાગ્રસ્ત લોકોને રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા હતા અને લોકોના ટોળાં એકત્ર થયા હતા.આ મારામારીમાં ગુલામ મોહમ્મદ દિનુભાઈ દલ ઉમર 32 વનરાજભાઈ દડુભાઈ ધાખડા 38ને ઇજાઓ થઇ હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈ પીપાવાવ,નાગેશ્રી,રાજુલા આસપાસના પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવી બંદોબસ્ત ગોઠવાયો છે આ ઘટનામાં અલગ અલગ બે કોમના જૂથ હોવાને કારણે સમગ્ર ઘટના ઉપર જિલ્લા પોલીસ વડા શ્રી હીમકરસિંહ સતત નજર રાખી રહ્યા છે અને ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઇ છે.કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ને ધ્યાન લઈ જિલ્લા પોલીસ વડાના આદેશથી નાગેશ્રી પીએસઆઈ પલાસ પીપાવાવ પીએસઆઇ પ્રશાંત લક્કડ રાજુલા પીઆઇ આઇજે ગીડા રાજુલા સર્કલ ઓફીઅર પલાસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે અને હોસ્પિટલમાં મોટી સંખ્યાના લોકો એકત્ર થયા હતા તથા રાત્રે એ.એસ.પી વલય વૈધ રાજુલા દોડી આવ્યા