સાવરકુંડલામાં નેસડી રોડ પર મકાનમાં ભીષણ આગ : એકનું મોત

સાવરકુંડલામાં નેસડી રોડ પર મકાનમાં ભીષણ આગ : એકનું મોત

સાવરકુંડલા,
સવારે 7:30 વાગ્યે સાવરકુંડલાના નેસડી રોડ પર પાણીના ટાંકા પાસે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. ભાડાના મકાનમાં રહેતા 56 વર્ષીય ઇન્દ્રજીત સિંહ દલપત સિંહ રાઠોડનું દુ:ખદ અવસાન થયું હતું. ઇન્દ્રજીતસિંહ રાઠોડ ભુંગળા વેફરનો ધંધો કરતા હતા.સાવરકુંડલા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે.નગરપાલિકાના પ્રમુખ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, ચેરમેન અશોકભાઈ ચૌહાણ, ભાવેશભાઈ કવા, કિશોરભાઈ બુહા અને ભુપતભાઈ પાનસુરીયા આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર ટીમના સુપરવાઇઝર જયરાજભાઈ ખુમાણ અને તેમની ટીમે ગણતરીના મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી સાવરકુંડલા નગરપાલિકા હોદ્દેદાર શ્રીઓ અને ફાયર ટીમે ભારે જહમત બાદ આગ પર ઝડપથી કાબુ મેળવી લીધો