અમરેલી,
અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે બાબરા તાલુકા ના લુણકી ગામ નજીક રોડ પર સુપર પ્રોફિટ ટ્રક (બહય) સાથે અકસ્માત સર્જાતા અચાનક સીએનજી ટ્રકમાં આગ લાગવાની ઘટના બનેલી તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવી ની રાહબરી નીચે ફાયર વિભાગ બાબરા ની ટીમ તથા અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી. પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ સંપૂર્ણ ઘટના મા કોઈ જાન હાની થયેલ નથી. તથા આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ ગોહિલ ભગવતસિંહ, સાગરભાઇ પુરોહિત, જગદીશ ભુરીયા, ઇન્દ્રજીતસિંહ ખુમાણ -ટ્રેઇની, ધર્મેશ જુવાદરીયા- ટ્રેઇની વગેરેઓએ મુખ્ય ભૂમિકા ભજવી