બગસરા પાસે મીની બસ પલટી ખાતા બેના મોત 18 ને ઇજા

બગસરા પાસે મીની બસ પલટી ખાતા બેના મોત 18 ને ઇજા

બગસરા પાસે આજે બપોરે અમરેલીમાં કંકુ પગલા કરવા આવેલ મીની બસ પરત વિસાવદરના ઈશ્વરીયા ગામે જતી હતી ત્યારે બગસરા બાયપાસ ઉપર મચ્છુ આઈ મંદિર પાસે કોઈ કારણોથી વળી જતા એક અઢી વર્ષની બાળકી અને 40 વર્ષના મહિલા ગીતાબેન હરસુખભાઇ રૃડાની ૪૧ વર્ષ અને આરના હિરેનભાઈ ૨ વર્ષનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું છે અને 18 લોકોને વધુ ઈજા થવાથી રાજકોટ અને જૂનાગઢ દવાખાને ખસેડવામાં આવ્યા છે વિસાવદરના ઈશ્વરીયા ગામના વઘાસીયા પરિવારને આ અકસ્માત નડયો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે.
આ બનાવમાં વધુ લોકોને ઈજા થતાં એક તબક્કે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી હતી
આ બનાવ વખતે પૂર્વ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા બગસરા ખાતે હોય તેમને જાણ થતા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા બગસરા ના આગેવાન શ્રી પ્રદીપભાઈ ભાખર શ્રી નારણભાઈ વઘાસિયા પ્રાંત અધિકારી જીઇબીના અધિકારી અને પોલીસ તંત્ર સ્થળ ઉપર દોડી ગયું હતું અને વ્યવસ્થા કરી હતી